ઝરમર વરસતા વરસાદ વચ્ચે પાવાગઢના ડુંગર પર કુદરતે જાણે લીલી ચાદર ઓઢાડી હોય તેવા અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં ડુંગર લીલોછમ બની જતા પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય તેવું લાગી રહ્યું છે.. તો બીજી તરફ વાદળો પાવાગઢની પર્વતમાળાને અડીને પસાર થતા હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા... મંદિર પરિસરમાં પણ વાદળોએ અડીંગો જમાવ્યો હોય તેવો અહેસાસ થયો. ત્યારે દર્શનાર્થે આવેલા લોકો ભક્તિ સાથે પ્રકૃતિના આ અનોખા સૌંદર્યનો પણ આનંદ માણી રહ્યા છે. વરસાદની ઠંડક અને કુદરતની સુંદરતાએ પાવાગઢના વાતાવરણને વધુ આકર્ષક બનાવી દીધું છે. જેનો સુંદર નજારો હાલ તમામનું દિલ મોહી રહ્યો છે..