રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.. અને હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના ઠંડા પવનોને કારણે ઠંડી વધી છે. જે સાથે આગામી 7 દિવસ આ જ પ્રકારે વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. જો કે, અમદાવાદમાં આકાશ ચોખ્ખું રહેશે. તો ફરી નલિયામાં વાતાવરણ સૌથી ઠંડુગાર નોંધાયું છે. 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. તો ત્યાર બાદ સૌથી વધુ ઠંડી અમરેલીમાં 11.4 ડિગ્રી નોંધાઈ. આ સિવાય ગાંધીનગરમાં 11 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી પર તાપમાનનો પારો રહ્યો છે. તો સુરતમાં 15.6 ડિગ્રી પર તાપમાન નોંધાયું.