ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યોજાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક લીડર્સ સમિટ (Australia-India Annual Leaders’ Summit) દરમિયાન પીએમ મોદીએ ડિજિટલ સુરક્ષાનો આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ડિજિટલ સ્પેસને સુરક્ષિત રાખવા અને ખાસ કરીને નાના બાળકોને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી રહેલા કાયદાકીય પ્રયાસોને બિરદાવ્યા હતા. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, “નાની ઉંમરના યુઝર્સના રક્ષણ માટે ઓસ્ટ્રેલિયા જે રીતે આગળ વધી રહ્યું છે, તેમાંથી ભારત ઘણું શીખી રહ્યું છે ઓસ્ટ્રેલિયામાં શું છે નિયમો ? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને એક્સ (X) જેવા અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ બાળક ખોટી ઉંમર બતાવીને એકાઉન્ટ ખોલશે, તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીઓની રહેશે. કાયદાનું ઉલ્લંઘન કરનારી ટેક કંપનીઓ પર કરોડો ડોલરનો ભારે દંડ લાદવાની જોગવાઈ છે. આ માટે કંપનીઓએ કડક વય-વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે.