અમદાવાદ મનપાના અધિકારીઓ અનેક એવોર્ડ ભલે મેળવી લેતા પરંતુ એક જ પાસાની બીજી બાજુ જોઈએ તો આજ અધિકારીઓ નબળું કામ હોય કે પછી કૌભાંડમાં પણ પાછી પાની કરતા નથી. જોઈએ વિશેષ અહેવાલ સ્માર્ટ અધિકારી કે સ્માર્ટ રોડ? કાળો ડામર અને ચમકતી સડક જોઈને એમ થાય કે વાહ શું કામ થયું છે. પરંતુ રોડની અસલી હકીકત કંઈક અલગ છે. રોડ મજબૂતાઈ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો કામગીરીના લીરેલીરા ઉડી જાય તેમ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ નથી પણ માત્ર ભ્રષ્ટાચાર છુપાવવાનો ‘મેકઅપ' છે. વાત છે અમદાવાદના બાપુ નગરની કે જ્યાં સ્ટેડિયમ રોડ સારી સ્થિતિમાં છે તેમ છતાં જૂના રોડને નવો બનાવવાની કામગીરી થઈ રહી છે. જૂના રોડ પર ડામર પાથરીને મેકઅપ કરવાનો પ્રયાસ થયો પરંતુ આ ડામરની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે તમે હાથથી જરા રોડ પર અડશો તો પણ ડામર ઉખડી રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે અહીં જૂનો રોડ મજબૂત હતો તેમ છતાં માત્ર બીલ બતાવવા માટે રોડની કામગીરી શરૂ કરવામાં આવી