લોહગઢ કિલ્લાનો 2000 વર્ષ જૂનો ઇતિહાસ.પણ લોકોને જાણવુ શું છે. સિયાએ કેતનને ધક્કો ક્યાંથી માર્યો?. કેતન અગ્રવાલ હત્યા કેસ પછી લોહગઢ કિલ્લામાં પ્રવાસીઓ વધી ગયા છે.અને મોટા ભાગે જે પણ આવે છે..સિક્યુરિટીને એ તો પુછે જ છે કે સિયાએ કેતનને ધક્કો માર્યો એ જગ્યા કઈ છે.એટલુ જ નહીં. લોકો સિયા પોઈન્ટ તરીકે નામ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર સિયાપોઈન્ટ ટ્રે્ન્ડ થઈ રહ્યું છે..લોકો દાવો કરે છે. આ ઘટના પછી લોહગઢ કિલ્લામાં પ્રવાસીઓનો ધસારો 25 ટકા વધી ગયો છે. તમને શું લાગે છે. શું આ ક્રૂર ઘટનાથી લોહગઢ કિલ્લાને યાદ રાખી શકાય?. રજાઓના દિવસોમાં ચાર-પાંચ હજાર લોકોની ભીડ - દર વર્ષે લોહાગઢ કિલ્લાને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવે છે. સામાન્ય રીતે રજાઓના દિવસોમાં અહીં દરરોજ ચારથી પાંચ હજાર લોકોની ભીડ જોવા મળે છે. જોકે, કેતન અગ્રવાલનો કેસ સામે આવ્યા બાદ અહીં સામાન્ય દિવસોમાં પણ લોકોની એટલી જ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને 'સિયા પોઈન્ટ' પ્રત્યે લોકોનું આકર્ષણ ખૂબ જ વધ્યું છે.