વર્ષા ઋતુમાં જ્યારે વાદળો ગાજતા હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતા જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને "કળા કરી" કહેવાય છે. આનો હેતુ ઢેલને આકર્ષવાનો છે. શહેરમાં ચોમાસુ જામ્યું છે ત્યારે એરપોર્ટ પાસે હવામાન વિભાગની કચેરીએ પણ આવાજ દ્રશ્યો સર્જાયા હતા. મોરના નૃત્યએ તમામના દિલ મોહી લીધા હતા.