સુરત મનપાએ તાજેતરમાં કતારગામ વિસ્તારમાં ઝૂંપટપટ્ટીના દબાણો હટાવી સામાન જપ્ત કર્યો હતો.. જેમાં ઘરવખરી સહીત બાળકોના શિક્ષણને લગતો સ્ટેશનરીનો સામાન પણ હતો.. ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપતી સ્વસર્જન NGOએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો.. પરંતુ, ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો NGOના સંચાલકોએ આક્ષેપ કર્યો છે..