ગુજરાતમાં હાલ ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે.આમ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ જ આવે છે...પરંતુ આ વર્ષે જેવી રીતે કેરળ અને પછી મહારાષ્ટ્ર મુંબઇમાં ચોમાસાએ એન્ટ્રી મારી છે...જેના કારણે એવી શકયતાઓ હતી કે.ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જૂનની શરૂઆતમાં જ આવી શકે છે..જો કે ગુજરાતથી થોડી જ દૂર ચોમાસું સ્થિર થઇ ગયું ચે..આગળ નથી વધી રહ્યું ચોમાસું.જેના કારણે હવે એવા સવાલો થઇ રહ્યા છે કે શું ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે કે પછી ચોમાસાની વહેલી એન્ટ્રી થઇ શકે છે.ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસાને લઇને આગાહી સામે આવી છે.