તમારા PF ખાતામાં વ્યાજ ક્યારે આવશે? સરકારે આખરે તારીખ જાહેર કરી દીધી!" જો તમારું પણ EPF એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. વિડિયા સેવ કરવાનું ભુલતા નહીં... કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વિત્ત વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ EPF ખાતામાં જમા કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ 34 કરોડથી વધુ EPF સભ્યોના ખાતામાં કુલ 1.44 લાખ કરોડ રૂપિયાનું વ્યાજ ટ્રાન્સફર થશે. સાથે જ EPFOનું નવું CITES પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે PF બેલેન્સ, ક્લેમ સ્ટેટસ, પેન્શન અને અન્ય સેવાઓ હવે એક જ પોર્ટલ પર સરળતાથી મળશે. સૌથી મોટી વાત... હવે PF ક્લેમ પહેલા જ સિસ્ટમ ઓટોમેટિક ચેક કરશે, જેથી ભૂલો ઓછી થશે અને ક્લેમની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. સરકારે જણાવ્યું છે કે 15 જુલાઈ સુધીમાં PFનું વ્યાજ સભ્યોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનારી હતી... જો હજુ સુધી તમારા ખાતામાં વ્યાજ ન દેખાતું હોય, તો થોડો સમય રાહ જુઓ અને EPFO પોર્ટલ અથવા UMANG એપ પર સ્ટેટસ ચેક કરતા રહો. આવી જ ઉપયોગી માહિતી માટે વિડીયોને સેવ કરો, શેર કરો અને મને ફોલો કરવાનું ભુલશો નહી...