રાજ્યમાં માવઠાની આફત સર્જી દીધી છે મુશ્કેલી.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ માવઠાની આફત તોળાઇ રહી છે.વહેલી સવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો છે.અને હજુ પણ 24 કલાક માટે વરસાદની જ આગાહી છે.હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદની આગાહી આપી છે.જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે.ઘઉં સહિતના પાકને હાલ વરસાદથી નુકસાન થવાની શકયતાઓ છે.ડિસેમ્બરમાં ત્રાટકેલા વરસાદે ભારે તબાહી મચાવી હતી.ત્યારે જો હવે પણ વરસાદ આવશે તો ધરતપુત્રોની મુશ્કેલી વધી શકે છે.ત્યારે જુઓ.માવઠાથી કેવી રીતે વધી શકે છે આગામી કેટલાક કલાકોમાં રાજ્યના 8 જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ત્રાટકી શકે છે.હવામાન વિભાગની આગાહી છે કે હાલ ઉત્તર ભારતમાં જેવી રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે.તેના કારણે આપણા રાજ્યમાં પણ સ્થિતિ બગડી છે.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જો માવઠુ થશે.તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે,ત્યારે બીજી ફેબ્રુઆરીના રોજ સવારથી ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરતા કહ્યું ગુજરાતના આઠ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તો યલો એલર્ટ આપી છે. આ ચાર જિલ્લામાં વીજળી અને કડાકાભડાકા થવાની પણ આગાહી આપી છે. સાથે રાજ્યમાં મીનીવાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે.,