ગુજરાતની જમીન વરસાદમાં બરાબરની ભીંજાઇ ગઇ છે..વરસાદ સતત અવિરત છે..તેવામાં હવામાન વિભાગે જે આગાહી આપી એ ઇશારો કરે છે કે મેઘો હજી પણ ડબલ રફ્તારે ગુજરાત પર ત્રાટકી શકે છે..આ શક્યતાઓ ત્યારે વધુ મજબૂત બને છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પણ કંઇક આવી જ આગાહી કરી રહ્યાં છે..ત્યારે ક્યાં કેવો વરસાદ આવનાર 7 દિવસ દરમિયાન થવાનો છે તે જોઇએ. અંબાલાલે આ મહિનાના અંત સુધીની આગાહી આપી દીધી જેમાં 15 જૂલાઇ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાત માટે 2થી 8 ઓગસ્ટ દરમિયાન વધુ એક રાઉન્ડ જોવા મળશે. પહેલેથી જ વરસાદ ગુજરાતને બરાબરનો બાનમાં લઇ રહ્યો છે તેની વચ્ચે આગાહી જે આપવામાં આવી રહી છે જે વરસાદી સિસ્ટમ બની રહી છે તે તરફ ઇશારો કરે છે કે આવનારો સમય હજી પણ કપરો બની શકે છે.