હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની લઇને કરી છે મોટી આગાહી. અંબાલાલનું અનુમાન છે કે મેઘરાજા 20 જુલાઇ બાદ રાજ્યમાં ધડબડાટી બોલાવશે. અંબાલાલે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જોકે ઓગસ્ટ માસમાં મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી.23 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.28 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતાઓ.