વરસાદ તો માત્ર ત્રણ કલાક વરસ્યો પરંતુ શહેરના દાવા ત્રણ મિનિટ પણ ટકી શક્યા નહીં. અમદાવાદમાં સિઝનનો પહેલો ધોધમાર વરસાદ પડતાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા. અંડરપાસ પાણીમાં ડૂબી ગયા. પોશ વિસ્તારોથી લઈને જૂના શહેર સુધી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા અને ફરી એકવાર સવાલ એ જ. કરોડોના પ્રિ-મોન્સૂન કામ છતાં દર વર્ષે અમદાવાદ પાણીમાં કેમ ડૂબી જાય છે? મેઘરાજાએ અમદાવાદ પર જાણે એકસાથે પાણીનો મારો વરસાવ્યો... અને થોડી જ વારમાં સમગ્ર શહેરની રફ્તાર થંભી ગઈ. મુખ્ય રસ્તાઓ પર વાહનો નહીં, પાણી વહેતું જોવા મળ્યું. ક્યાંક કાર પાણીમાં અટવાઈ... તો ક્યાંક બાઈકચાલકો જીવના જોખમે રસ્તો પાર કરતા નજરે પડ્યા. રાજ્યની સૌથી ધનિક મનપા ગણાતી AMCના દાવાઓ સામે વરસાદે મોટો સવાલ ઊભો કર્યો. ઈન્કમટેક્સ, સિંધુભવન રોડ, મેમનગર, સેટેલાઈટ, જોધપુર, શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. શહેરના અનેક માર્ગો પર ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ. અમદાવાદ શહેરમાં મેઘો વરસ્યો અનરાધાર. સરેરાશ પોણા 3 ઈંચ વરસાદ... વિવિધ જગ્યાએ 10થી વધુ વૃક્ષો ધરાશાયી. 2 સ્થળે દીવાલ ધરાશાયી થઈ... વરસાદને લીધે 7 ઈલેક્ટ્રિક થાંભલામાં શોર્ટ સર્કિટ થઈ... રસ્તાઓ નદીઓમાં ફેરવાયા. સરખેજ, જોધપુર, બોપલ, બોડકદેવ વિસ્તા