ભરૂચના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ધોધ જીવંત થયા છે. નેત્રંગ-વાલિયા પંથકમાં અવિરત વરસાદથી જાણીતા ધાણીખૂંટ ધોધના નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ પડતાની સાથે ધાણીખૂંટ ધોધ સક્રિય થતાં આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યાં. ધાણીખૂટ ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે. જિલ્લાના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે જંગલ વિસ્તારમાં અનેક નાના-મોટા ધોધ સક્રિય થયા છે.