તાપીનાં (Tapi) સોનગઢ તાલુકા મથકેથી 35 કીમી અંતરે દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હીંદલાની બાજુમાં આવેલા ચિમેર ગામનો ધોધ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે. આ નજારો જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ ધોધ ઊંચાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ધોધમાંનો એક હોવાનું મનાય છે, જે ગાઢ જંગલોની વચ્ચે આવેલો છે.