ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીનું જળસ્તર વધ્યું છે. નદીની જળસપાટીમાં વધારો થતાં જ કાંઠા વિસ્તારોમાં તાપીના પાણી ફરી વળ્યા છે. અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘુસી જતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે હાલત સ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.