72 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું..સરદાર સરોવરમાં 99 ટકા જળસ્તરથી રાહત..ઝોન મુજબ પાણીના જથ્થાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 46.69 ટકા, મધ્ય ગુજરાતમાં 72.16 ટકા જળસ્તર છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 85 ટકા પાણીનો જથ્થો. સૌરાષ્ટ્રના જળાશયોમાં 51.84 ટકા જળસ્તર ઉપલબ્ધ. રાજ્યમાં હાલ 32 જળાશયો છલોછલ છે, જ્યારે અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી આગામી સમયમાં પાણીની સ્થિતિ પર નજર રાખવી જરૂરી બની છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં ઓછા જળસ્તરની સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસાની નબળી સ્થિતિને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક અને ઉપલબ્ધ જથ્થો મહત્વનો મુદ્દો બન્યો છે.