તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસથી થઇ રહી છે સતત પાણીની આવક. ઉકાઈ ડેમમાં 1 લાખ 13 હજાર 210 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે 1 લાખ 13 હજાર 210 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે. અને ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે. તો ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી. હાલ ઉકાઈ ડેમની જળસપાટી.335.97 ફૂટ પર પહોંચી છે.