અમદાવાદમાં ખારીકટ કેનાલની કામગીરી પર ફરી વળ્યું પાણી..છેલ્લા તબક્કાનું કામ બાકી હતું ત્યારે જ સિંચાઈ માટે છોડાયું પાણી. કેનાલમાં પાણી છોડાતા બે થી ત્રણ મહિના હવે કામગીરી ઠપ.ધારાસભ્યની સિંચાઈ વિભાગમાં રજૂઆત બાદ છોડાયું હતું પાણી. સિંચાઈ વિભાગ દ્વારા મનપા કે કોન્ટ્રાક્ટરને કોઈ જાણ ન કરાઈ..સંકલન વગર પાણી છોડાતા મશીનરી તાત્કાલિક બહાર કાઢવી પડી.અચાનક પાણી છોડાતા ₹1200 કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો. મજૂરોની મહેનત અને ખર્ચાયેલા રૂપિયા ઉપર પાણી ફર્યું. મળતી વિગતો અનુસાર. ખારીકટ કેનાલની કામગીરી ચાલુ હોઈ. છેલ્લા બે વર્ષથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન હતું અપાઈ રહ્યું. ત્યારે દસ્ક્રોઈના ભાજપના ધારાસભ્ય. બાબુ જમના પટેલ દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી કે પાણી છોડવામાં આવે. પરંતુ, કોઈપણ જાતના સંકલન વગર પાણી છોડાતા. હાલ બારસો કરોડનો પ્રોજેક્ટ. ખોરંભે ચઢી ગયો છે. એકાએક પાણી આવી જતા. મજૂરોની મહેનત અને ખર્ચાયેલા રૂપિયા ઉપર પણ કેટલેક અંશે પાણી ફર્યું છે. ત્યારે સમગ્ર ઘટના મામલે. યુથ કોંગ્રેસ દ્વારા. ભાજપ પર શાબ્દિક પ્રહાર કરાયા હતા.