ભારત સરકારે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા વિશેષ ફ્લાઈટનું સંચાલન શરૂ કરી દીધું છે. પણ, જો જરૂર પડી તો. ભારતીય નેવીને પણ. રાહત અને બચાવ અભિયાન માટે સજ્જ કરી દેવાઈ છે. ઓમાનની ખાડીમાં. INS સૂરતને તૈનાત કરી દેવાયું છે. જે જરૂર પડે. રાહત અને બચાવ અભિયાનમાં તરત જ સામેલ થશે. તેમાં 32 મીડિયમ રેન્જ મિસાઈલ. અને 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ લાગેલી છે. લગભગ 7400 ટન વજન ધરાવતું આ જહાજ. 30 નોટિકલ માઈલ પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે. જહાજમાં ચાર શક્તિશાળી ગેસ ટર્બાઈન એન્જિન લાગેલા છે. તે અત્યાધુનિક. સર્વેલન્સ રડાર સિસ્ટમથી સજ્જ છે. એટલું જ નહીં. તે સબમરીન રોકી શકે તેવા રોકેટથી સજ્જ છે. જરૂર પડે. વધુ યુદ્ધજહાજોની. તૈનાતી પણ કરી શકાય છે.