અંબાજીમાં બેફામ કાર ડ્રાઈવિંગનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક કારચાલક બેફામ ઓવર સ્પીડમાં વાહન ચલાવતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં મંદિરના શક્તિ દ્વાર સામે રોંગ સાઈડથી ઓવર સ્પીડમાં કાર લઈ જતો જોવા મળી રહ્યો છે. કારચાલકની બેફામ ડ્રાઈવિંગના કારણે લોકોના જીવ અદ્ધર થઈ ગયા.