રાજકોટમાં ધોરાજીનાં ગ્રામ્ય પંથકમાં સિંહની લટારનો વીડિયો વાયરલ થયો. ફરેણી ગામનાં પાસે એકસાથે 2 સિંહોની લટારના દ્રશ્યો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યા. આસપાસના ગામના પશુ પાલકો અને ખેડૂતોને ખુલ્લામાં પશુઓ ન રાખવા વનવિભાગે અપીલ કરી.