ગુલાબી ઠંડીની સવારે સિંહ બાળ મસ્તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.. જૂનાગઢના સાસણ ગીર સેન્ચુરી જંગલમાં મસ્તી કરતા સિંહ બાળનો અદભૂત વીડિયો સામે આવ્યો.આ નજારો જોઈને જંગલ સફારી કરી રહેલા પ્રવાસીઓ પણ અભિભૂત થયા. વહેલી સવારે સિંહ પરિવાર સાથે સિંહ બાળ વૃક્ષો પર ચડીને મસ્તી કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.