જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ત્યારે જંગલમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતાં વરસાદની મોજ માણતા સિંહ-સિંહણના દ્રશ્યો સામે આવ્યાં. વન્ય પ્રાણીઓ પણ આકરી ગરમીથી અકળાયાં હોવાથી. જંગલમાં વરસાદનું આગમન થતા સિંહ-સિંહણ વરસાદમાં ભીંજાતાં જોવા મળ્યાં . સિંહ-સિંહણ જંગલમાં વરસાદની મજા માણી રહ્યાં હોય તેવો વીડિયો પણ વાયરલ થયો.