ST બસની સવારીમાં જોખમી મુસાફરીની ઘટના જામનગરથી સામે આવી છે.જામનગરના ધ્રોલ એસટી ડેપોની બસ જોખમી હાલતમાં દોડતી સામે આવી છે.આ જોખમી બસનો વીડિયો સામે આવ્યો છે..જેમાં જોઈ શકાય છે કે.બસના ટાયરની ઉપરનું પતરું ઊડી ગયું હતું.જેના કારણે..બસની અંદર જોખમી સ્થિતિ બની હતી..અને તેમ છતાં બસ રસ્તા પર દોડી રહી હતી.બસમાં ઠસોઠસ મુસાફર હતા અને ઉપરથી બસનું ટાયર જોખમી હાલતમાં હતું..એવામાં આ ખુલ્લા ટાયરના સંપર્કમાં કોઈપણ મુસાફર આવે તો.મોટી દુર્ઘટના ઘટે તેવી જોખમી સ્થિતિ હતી. આ દ્રશ્યો જોઈ તમે ચોક્કસપણે ચોંકી જશો અને કહેશો શું એસટીની આવી હાલત. વાત જામનગરના ધ્રોલ એસ ટી ડેપોના બસની. તો દ્વારકા રાજકોટ રૂટ પર દોડતી બસમાં ટાયરની ઉપરનું પતરું જ ઉડી ગયું હતું આમ છતાં બસ રસ્તા પર દોડી રહી હતી. હદ તો ત્યારે થાય છે કે આવી જોખમી રીતે બસ દોડાવવામાં આવતી હોવા છતાં બસમાં ઠસોઠસ મુસાફરો ભરવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની ન થઈ પરંતુ જો કોઈ ભૂલથી ત્યાં જતું રહે તો ગંભીર અકસ્માત સર્જાય.