ગીર સોમનાથના કોડીનારમાં સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો.કડવાસણ ગામ નજીક 9 સિંહોની લટાર કેમેરામાં કેદ.રોડ પરથી પસાર થઈ સિંહ ટોળું ખેતર પહોંચ્યું હતું.. મુસાફરે સિંહોનો વીડિયો બનાવી વાયરલ કર્યો ગીર સોમનાથમાં અવાર-નવાર રહેણાંક વિસ્તારો નજીક સિંહોની લટાર જોવા મળતી હોય છે. ત્યારે અંબુજા મૂળ દ્વારકા રોડ પર મોડી રાત્રે સિંહ ટોળાના દ્રશ્યો સામે આવ્યા હતા. 9 જેટલા સિંહ રોડ પસાર કરીને ખેતર તરફ ગયા હતા. જો કે મુસાફરે સિંહોના ટોળાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.