રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળ્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગ્રાહક દ્વારા ખરીદાયેલી ચોકલેટમાં એક બે નહીં. પરંતું ઈયળોની ભરમાર થઈ હતી. ગ્રાહકનો દાવો છે કે ચોકલેટના રેપર પર ઉત્પાદનની માહિતીનો ઉલ્લેખ કરાયો ન હતો. જો કે ગ્રાહકે ફરિયાદ કરતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જો તમે પણ બકલાવા ચોકલેટના શોખીન હોય તો તેને આરોગતા પહેલા થોડું ધ્યાન રાખજો. કેમ કે રાજકોટમાં બકલાવા ચોકલેટના શોખીન એવા એક વ્યક્તિને મોંઘીદાટ ખરીદેલી બકલાવા ચોકલેટને લઈ કડવો અનુભવ થયો છે.જેમાં જોઈ શકાય છે કે બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી હોય તેવુ દેખાઈ રહ્યું છે.જેને લઈને ગ્રાહકે આક્ષેપ કર્યો કે ખરીદાયેલી ચોકલેટમાં એક બે નહીં.. પરંતુ ઈયળોની ભરમાર થઈ હતી. ગ્રાહકનો દાવો છે કે ચોકલેટના રેપર પર ઉત્પાદનની માહિતીનો પણ ઉલ્લેખ કરાયો ન હતો.આ આક્ષેપ બાદ એવુ વર્તાઈ રહ્યું છે કે ખરાબ ચોકલેટ વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.FSIના નિયમનો ભંગ કરવા બદલ ચોકલેટ વિક્રેતા વિરૂદ્ધ ગ્રાહકે ફરિયાદ કરી છે.ફૂડ વિભાગે આ મામલે નોટીસ ફટકારી છે.