અમરેલી ધારીના જંગલમાં એકસાથે 14 સિહનો વીડિયો વાયરલ..જંગલ કાંઠાના વાઘાવડી ગામ નજીક જોવા મળ્યું સિંહનું ટોળું..શિકારની શોધમાં 14 સિંહ જંગલમાંથી ગામ તરફ વળ્યા..14 સિંહના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમરેલી જિલ્લાના ધારીના જંગલ વિસ્તારમાં એકસાથે 14 સિંહો જોવા મળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. જંગલ કાંઠે આવેલા વાઘાવડી ગામ નજીક સિંહોના આ ટોળાને જોઈ સ્થાનિકોમાં ભય અને કૌતુહલ બંને ફેલાયું છે. માહિતી અનુસાર, શિકારની શોધમાં આ સિંહો જંગલ વિસ્તાર છોડીને ગામ તરફ આગળ વધતા નજરે પડ્યા હતા, જેનો વીડિયો કોઈ સ્થાનિક રહેવાસીએ મોબાઇલમાં કેદ કર્યો હતો. એકસાથે આટલા મોટા પ્રમાણમાં સિંહો જોવા મળવાની ઘટના દુર્લભ માનવામાં આવે છે. ઘટનાની જાણ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે અને સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ, સિંહોને સુરક્ષિત રીતે ફરી જંગલ વિસ્તારમાં ખસેડવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.