ગીર સોમનાથના રહેણાંક વિસ્તારમાં અવાર-નવાર સિંહના આંટાફેરા જોવા મળતાં હોય છે. ત્યારે વેરાવળના મંડોર ગામે માતાથી વિખુટા પડેલા સિંહબાળનું તેની માતા સાથે મિલન થયું છે. મહત્વનું છે કે સિંહણ તેના બચ્ચા સાથે ગામમાં આવી પહોંચી હતી. જો કે લોકોની અવર-જવર વધતાં સિંહણ સિંહબાળને ગામમાં જ મૂકીને જંગલ તરફ જતી રહી હતી. ત્યારે ગામ લોકોએ સિંહણ અને સિંહબાળની લટાર અંગે વન વિભાગને જાણ કરતા સિંહબાળનું રેસ્ક્યું કરાયું. અને જ્યારે વન વિભાગની ટીમ સિંહબાળને જંગલમાં મૂક્ત કરવા પહોંચી ત્યારે સિંહણ તેના બચ્ચાની રાહમાં જ ઊભી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સિંહ બાળ અને માતાના મિલનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે