દિલ્લી: ફરી એકવાર ભારે વરસાદના કારણે યમુના નદીના જળસ્તરમાં ચિંતાજનક વધારો થયો છે.. જેના કારણે યમુના ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે.. નદીનું જળસ્તર વધતા ઘણા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.. દિલ્લી વહીવટીતંત્રની બચાવ ટીમો અને સંબંધિત એજન્સીઓને સ્ટેન્ડ-બાય મોડ પર રાખવામાં આવી છે.. યમુના કિનારે ન જવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે...બુરારી અને મજનુ કા ટીલા વિસ્તારમાં નદીના પાણી ઘરના પગથિયા સુધી પહોંચી ચૂક્યા છે.. કેટલીક જગ્યાએ તો ઘરોમાં પાણી ભરાતા લોકોને તેમના સામાન સાથે ખસેડવાની ફરજ પડી.. અત્યાર સુધીમાં 50થી 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે