રાજ્યમાં કમોસમી વરસાદ બાદ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ભાવનગરના શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવ ઉચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. કોથમીર, આદુ, મરચા સહિતના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદના લીધે હાલ શાક માર્કેટમાં માત્ર 25 ટકા જેટલો જ સારો પાક આવે છે. પાક બગડી જતાં શાકભાજીનો ભાવ ઉચકાયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ શાકભાજીના ભાવમાં થયો વધારો. ભાવનગરના શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવ ઉચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. કોથમી, આદુ, મરચા સહિતના ભાવમાં એકાએક વધારો નોંધાયો. પાક બગડી જતાં શાકભાજીનો ભાવ ઉંચકાયો છે. પાક બગડી જતાં કોથમીરનો ભાવ રૂ. 150, આદુ 180 અને રીંગણાંનો પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 140 સુધી પહોંચી જતાં ગૃહિણીઓને બજેટ સંભાળવું અઘરુ થયું છે. મહત્વનું છે કે શિયાળુ પાક બગડી જતાં સારી ગુણવત્તાવાળી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. કોથમરી, લસણ, લીંબુ, હળદર, આદુ સહિતના પાકની આવકમાં ઘટાડો થયો નોંધાતા ભાવ ઉંચકાયા છે.