વડોદરામાં જાહેર રસ્તા પર એક માથાફરેલી યુવતીએ ભારે તમાશો કરતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં યુવતી જનરક્ષક 112ની PCR વાન પર ચડી ગઈ હતી, જેને લઈને હાજર લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, તમાશો કરનાર યુવતી નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવતી અચાનક ઉગ્ર બની ગઈ હતી અને પોલીસ વાન પર ચડીને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ટ્રાફિક અને જાહેર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીનો તેના પ્રેમી સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે ઉશ્કેરાઈને તેણે જાહેર સ્થળે તમાશો કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમે યુવતીને નીચે ઉતારી સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ હાજર વ્યક્તિએ મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોને લઈને લોકો વચ્ચે વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. હાલ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.