વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા. શહેરના અલકાપુરી વિસ્તારમાં 35 ડિગ્રી તાપમાનમાં રોડ પીગળ્યાની સ્થાનિકોએ ફરિયાદ કરી. રોડની ગુણવત્તા અને રોડની કામગીરી યોગ્ય ન થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો.