પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુ મામા ફરી ભાજપમાં જોડાયા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખેસ પહેરાવી દીનુ મામા અને તેમના સમર્થક આગેવાનોને ભાજપમાં આવકાર્યા. દીનુ મામાની સાથે નગરપાલિકા અને પંચાયતના સભ્યો સહિત બરોડા ડેરીના ચેરમેન દીક્ષિત પટેલે પણ કેસરિયા કર્યા. દીનુ મામાએ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું હતું.