વડોદરામાં એક યુવાને મગજ ચકરાવે ચઢાવે તેવી રીતથી ગોવાથી વડોદરા દારૂ ઘુસાડ્યો. દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરે કારમાં ત્રણ ટાંકી બનાવી. અને ત્રણ નળ લગાવ્યા. જે નળ ચાલું કરતા જ તેમાંથી વિદેશી દારૂ નીકળતો હતો. ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને છૂટક વેચાણ કરવામાં આવતું હતું. બુટલેગરે કારની બ્રેક લાઈટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા હતા. નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી દારૂ નીકળતો. તેણે દારૂ છૂટક ભરવા માટે કારમાં ત્રણ ટાંકીઓ રાજસ્થાનથી બનાવી હતી અને તેના ઢાંકણા પાછળની લાઈટોમાં તથા સીટમાં ફિટ કર્યા હતા. પોલીસે આરોપી પાસેથી દારૂની પાંચ બોટલ તથા 245 લીટર વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા 3.67 લાખ છે, તે જપ્ત કર્યો.. તો સાથે અમિત સોલંકીની ધરપકડ કરી છે.