હર્ષિલ નજીક ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ. ભયંકર તબાહી મચી. અને આ તબાહીના હચમચાવતા આકાશી દ્રશ્યો હવે સામે આવ્યા છે. ધરાલીમાં ફ્લેશ ફ્લડ બાદ. જ્યાં જુઓ ત્યાં તારાજીની સ્થિતિ છે. કેટલાંક વિસ્તારોમાં... 30-30 ફૂટ સુધી કાદવના અને કાટમાળના ખડકલા હોવાની વિગતો સામે આવી રહી છે. દ્રશ્યોમાં દેખાય છે તેમ. અનેક માકનો. કાદવના થરમાં ખૂંપી ચુક્યા છે. સ્થિતિ કેવી રીતે થાળે પડશે. તે સવાલ પણ ધ્રુજાવી મુકે દેવો છે. ગઈકાલે વાદળ ફાટ્યાની ઘટના બાદથી જ. રેસ્ક્યૂ ટીમો. ખડેપગે તૈનાત છે. જો કે આજે સવારથી વરસાદ યથાવત હોઈ... રેસ્ક્યૂ ઑપરેશનમાં. મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ રેસ્ક્યૂ ઑપરેશન સતત યથાવત છે. ITBPના પ્રવક્તા. કમલેશ કમલના જણાવ્યા પ્રમાણે. આજે સવાર સુધી. 413 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. અને સવારથી અત્યાર સુધી. 57 લોકોને સલામત રીતે બહાર કઢાયા છે. અત્યાર સુધીમાં કુલ 470 લોકોનું રેસ્ક્યૂ કરી.. સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. સાંજ સુધીમાં. રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડી દેવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.