દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં યમુના નદીએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. જળસ્તરમાં વધારો થવાને કારણે ઉત્તર પ્રદેશના 11 જિલ્લા યમુના નદીની ઝપેટમાં આવી ગયા છે. આગરામાં યમુના નદીનું પાણી તાજમહેલની બાઉન્ડ્રી વોલને સ્પર્શવા લાગ્યું હતું.