સુરત મહાનગર પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન લોકોના સ્વાસ્થ્યના મુદ્દે આરોગ્ય વિભાગના અધિકારીઓ પર ભડક્યા હતા. તેમણે તહેવારોના છેલ્લા સમયે સેમ્પલ લેવાની 'દેખાવની' કામગીરી બંધ કરવા આદેશ આપ્યો. ચેરમેને આક્રોશ વ્યક્ત કર્યો કે, "મીઠાઈ ખવાઈ ગયા પછી રિપોર્ટ આવે તો શું મતલબ?" તેમણે જણાવ્યું કે કામગીરી 10-15 દિવસ પહેલા થવી જોઈએ જેથી રિપોર્ટ તહેવાર પહેલા આવી શકે. વળી, તેમણે 'ઇન્ફોર્મલ' સેમ્પલને બદલે 'ફોર્મલ' સેમ્પલ લેવા પર ભાર મૂક્યો. કારણ કે ફોર્મલ રિપોર્ટ નેગેટિવ આવે તો જ સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ચેરમેનના આ આદેશથી હવે નક્કર કાર્યવાહીની અપેક્ષા છે.