બનાસકાંઠાના પાલનપુર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા મુદ્દે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સત્તાધીશોએ રજૂઆત ન સાંભળતા વિપક્ષી કોર્પોરેટર ઉશ્કેરાયા હતા. કોર્પોરેટરે કાગળો ફાડી પાલિકા પ્રમુખની ઉપર પણ ફેંક્યા. કોર્પોરેટરે ઉશ્કેરાઈ જઈ પાલિકા પ્રમુખ સામે અપશબ્દ બોલ્યા. વોર્ડ નંબર-4ના કોર્પોરેટર અબ્રાર શેખે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આક્રોશમાં કોર્પોરેટરને 15 મહિલા કોર્પોરેટરનું પણ ભાન ન રહ્યું ત્યારે કોર્પોરેટરે બોલેલા અપશબ્દોની ઘટનાને પાલિકા પ્રમુખે વખોડી કાઢી છે.