વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અને તેની અસર ગુજરાત સુધી થશે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ડિસેમ્બરમાં થયેલા કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી હતી. આવા સંજોગોમાં જો ફરી માવઠું થશે તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. ઘઉં સહિતના પાકને માવઠાને કારણે નુકસાન થઇ શકે છે.