ભાવનગરમાં સતત છ દિવસ અનરાધાર વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી. મહુવા, શિહોર, તળાજા, અને ઘોઘાના અનેક ગામડાઓ ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. મગફળી, કપાસ સહિતો બાગાયતી પાકમાં ભારે નુકસાની છે. કુદરતના કોપ સામે જગત આખાનું પેટ ભરનાર જગતનો તાત પણ લાચર છે. ત્યારે સરકારે સર્વે કરી સહાયની વાત તો કરી છે. પરંતુ તમામ ખેડૂતો ઓનલાઇન સર્વે નહિ પણ ઓફલાઇન સર્વે કરવા માગ કરી રહ્યા છે. સાથે પરંતુ આવી વિકટ સ્થિતિમાં સરકાર સહાય નહીં. લોન માફીની માગ આપે તેવી માગ ઉઠી છે. વાવ થરાદ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ પડતા. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.. લાખણી, થરાદ, દિયોદર, આગથળા, કુડા, ભાકડીયાલ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદ શરૂ થતા વરસાદથી મગફળીના પાથરાને પલળતા બચાવવા ખેડૂતોએ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો.અગાઉ વરસેલા કમોસમી વરસાદથી મોટાભાગના મગફળીના પાથરા પલળી ગયા હતા,જેથી ખેડૂતો પ્લાસ્ટિક ઢાંકી કમોસમી વરસાદથી મગફળીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે હવે ક્યારે વરસાદ અટકશે તે સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે. ભાવનગરમાં માવઠાએ ખેડૂતોને પાયમાલ કર્યા. સતત છ દિવસ અનરાધાર વરસેલા કમોસમી વરસાદે જિલ્લામાં તારાજી સર્જી. મહુવા, શિહોર, તળાજા, અને ઘોઘાના અનેક ગામડાઓમાં ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો. મગફળી, કપાસ સહિતના બાગાયતી પાકમાં ભારે નુકસાની થઈ. રાજકોટના જેતપુરના રૂપાવટી, ડેડરવા, બોરડી, સમઢીયાળા, ચાપરાજપુર, પીપળવા સહિતના ગામોમાં વરસાદે મચાવી તારાજી. તમામ ગામના લોકોએ એકઠા થઈ બાઈક રેલી યોજી. મોટી સંખ્યામાં ખેડૂતોએ જેતપુર મામલતદાર કચેરી સુધી રેલી કાઢી. સરકાર દેવું માફ કરે તેમજ વહેલીતકે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગણી.