કર્ણાટકનાં બેંગાલુરુમાં ભારે વરસાદને પગલે હાલાકીનો માહોલ છે..અહીંના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, અહીં શાંતિનગર વિસ્તારમાં રસ્તા પર ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં, પાણી ભરેલા રસ્તાઓ પર અનેક ટુવ્હીલર ચાલકો પટકાયા હતાં, આઈટી હબ બેંગાલુરુમાંથી, ભારે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વગર ચોમાસે, કમોસમી વરસાદમાં જ, બેંગાલુરુમાં જળબંબાકારની સ્થિતિ છે, સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. શાંતિનગરમાં તો રસ્તાઓ પર ત્રણ ફૂટ સુધીના પાણી ફરી વળ્યા હતા. અને તેમાં અનેક બાઈક ચાલકો પટકાયા હોવાની માહિતી સામે આવી રહી છે. બેંગાલુરુ સહિત કર્ણાટકના 16 જિલ્લામાં આજથી લઈ ચાર દિવસ સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અને લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે.