મહેસાણાના ઊંઝાની સિન્થાઇટ ઇન્ડસ્ટ્રીઝનું ₹ 96 લાખનું જીરૂં ગાયબ થઇ ગયું. આ કંપનીએ 96 લાખ જેટલી કિંમતનું જીરૂ ટ્રકમાં ભરીને. અમેરિકા અને કોરિયાના ગ્રાહકો માટે મોકલાવ્યું હતું. પરંતુ, જ્યારે માલ વિદેશ પહોંચ્યો. તો, ખબર મળી કે 32 હજાર કિલો જીરૂંનો માલ ઓછો પહોંચ્યો છે. જીરૂંની 1338 જેટલી બેગ રસ્તામાં જ ગાયબ થઇ ગઇ. આ જીરૂં ક્યાં ગયું. અને આરોપી કોણ છે... તે જાણવા માટે કંપનીના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવીને તપાસ કરાવી. તો, સૌથી પહેલી કન્ટેનરના ડ્રાઇવરો પર શંકા ગઇ. જે બાદ, જીરૂ કંપનીએ ટ્રાન્સપોર્ટ કંપનીને ફોન કરીને જવાબ માગ્યો. તો, ટ્રાન્સપોર્ટ કંપનીએ કહ્યું કે. ડ્રાઇવરો નોકરી છોડીને જતા રહ્યા છે. આ મામલે, પોલીસે GPSના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી તો. ટ્રાન્સપોર્ટ કંપની અને તેમના ડ્રાઇવરની સંડોવણી હોવાનું તારણ સામે આવ્યું. આપને જણાવી દઇએ. ગાંધીધામની અમયા મલ્ટીમોડલ્સ ટ્રાન્સપોર્ટ કંપનીને જીરૂંનો માલ લઇ જવાની જવાબદારી સોંપાઇ હતી. ટ્રાન્સપોર્ટ કંપનીના 4 કન્ટેનર ડ્રાઇવરો ઊંઝાની સિન્થાઇટ કંપનીનો માલ લઇને મુન્દ્રા પોર્ટ રવાના થયા હતા. એ દરમિયાન કન્ટેનરો મુન્દ્રા અને કચ્છ હાઇવે પર 3 કલાકથી લઇ. 10 કલાક સુધી રોકાયા હોવાનો ખુલાસો થયો. અને ત્યારે જ કન્ટેનરમાંથી 32 હજાર કિલો જીરૂં ચોરી થયું હોવાની શંકા પાક્કી થઇ. હાલ, પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો અને ડ્રાઇવરો સહિત 4 લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.