મહેસાણા શહેરમાં "મેક ઇન ઇન્ડિયા" ને પ્રોત્સાહન આપવા માટે ભાજપના નેતાઓએ અનોખી પહેલ કરી છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર અને ધારાસભ્ય મુકેશ પટેલે. સ્થાનિક બજારમાં જઈને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીને દીવાળી પહેલા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંદેશ આપ્યો છે. તોરણવાળી માતાજી ચોકમાં નાના વેપારીઓ પાસેથી દીવાળી માટેની વસ્તુઓ ખરીદી હતી. આ પહેલનો હેતુ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને "મેક ઇન ઇન્ડિયા" અભિયાનને વેગ આપવાનો હતો. સ્થાનિક લોકો અને વેપારીઓએ નેતાઓની પહેલને આવકારી હતી.