ધનતેરસના દિવસે સુરતની એક હોસ્પિટલમાં અનોખો પ્રસંગ સર્જાયો. હોસ્પિટલમાં ધનતેરસે ગૂંજી ઉઠી કિલકારી. અહીં ધનતેરસમાં જ કુલ 24 બાળકોનો જન્મ થયો. ધનતેરસે હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ 24 નવજાત શિશુમાંથી 13 દીકરી અને 11 દીકરાનો જન્મ થયો. એક જ દિવસમાં 24 ભૂલકાંઓનો જન્મ થતા વાલી સહિત સમગ્ર સ્ટાફમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. જન્મ લેનારા તમામ નવજાત અને તેમની માતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત છે.