વડોદરા આવેલા કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા થયા નારાજ.રોજગાર મેળામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજગી.સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કી સોની મોડા પહોંચ્યા હતા.ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા.સિંધિયાએ સાંસદ અને મેયરને સ્ટેજ પર જ ખખડાવ્યા.હું વડોદરાનો મહેમાન છું, તમે કેમ મોડા આવ્યા? કેન્દ્રીય પ્રધાન વડોદરા આવ્યા ત્યારે તેમને રીસીવ કરવા. કે સ્વાગત કરવા માટે કોઇ આવ્યું નહોતું. સાંસદ, ધારાસભ્ય અને મેયર મોડા પહોંચ્યા તો સિંધિયા નારાજ થયા. અને સ્ટેજ પર જ ખખડાવી દીધી. તેમણે કહ્યું કે હું વડોદરાનો મહેમાન છું. જમાઇ છું. તમે કેમ મોડા આવ્યા?. ત્યારે, સાંસદ અને મેયરે જ્યોતિરાદિત્ય સિંધિયાની માફી માગી.