જો તમે આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે સરનામું સુધારવાનું વિચારી રહ્યા છો. તો જરા એક મિનિટ રોકાઈ જજો. કારણ કે UIDAIના આ નિયમો નહીં જાણો, તો પછી મુશ્કેલીમાં મુકાઈ શકો છો! ચાલો. હવે ફટાફટ જાણી લઈએ. આધારમાં નામ માત્ર બે વખત જ બદલી શકાય છે. જન્મ તારીખ માત્ર એક વખત જ સુધારી શકાય છે. અને તે પણ વધુમાં વધુ ત્રણ વર્ષના તફાવત સુધી. જાતિ એટલે કે Gender પણ માત્ર એક વખત જ બદલી શકાય છે. સરનામું જરૂર પડે ત્યારે ઘણી વખત અપડેટ કરાવી શકાય છે. જ્યારે મોબાઇલ નંબર અને ઈ-મેલ તો કેટલીય વખત અપડેટ કરાવી શકાય છે. જો નામ, જન્મ તારીખ કે જેન્ડરની અપડેટ લિમિટ પૂરી થઈ જાય તો? તો પછી CSC કે ઓનલાઈનથી કામ નહીં ચાલે. સીધા UIDAI Regional Office જવું પડશે. ત્યાં યોગ્ય કારણ અને જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા પછી. અધિકારીઓની ચકાસણી થશે અને ત્યારબાદ જ સુધારો શક્ય બનશે. એટલે મિત્રો. આધાર કાર્ડમાં કોઈપણ સુધારો કરાવતા પહેલાં એકવાર તમામ વિગતો સારી રીતે ચકાસી લેજો. કારણ કે નાની ભૂલ. આગળ જઈને મોટી પરેશાનીનું કારણ બની શકે છે."