સુરતમાં ટુ -વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ બતાવી રહ્યું છે.. એટલું જ નહીં ટુ -વ્હીલર ટેસ્ટ આપવા માટે સીધી 7મી જુલાઈની એપોઈન્ટમેન્ટ મળી રહી છે.. RTOમાં ટુ-વ્હીલરની ડ્રાઈવિંગ ટેસ્ટ માટે રોજના 275 લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. ઉનાળાના વેકેસન હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ RTOના સર્વરમાં ખામી આવી જતા કામ અટકી રહ્યું છે.