નર્મદા ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચેનો આંતરિક વિખવાદ ફરી સપાટી પર આવતા સર્જાયું છે રાજકીય મહાભારત. સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ હવે નાંદોદના ભાજપના જ ધારાસભ્ય દર્શના દેશમુખે મૌન તોડીને મનસુખ વસાવાને ફેંક્યો છે ગંભીર પડકાર. મનસુખ વસાવાએ નનામા પત્ર બાબતે પત્રકાર પરિષદ કરી દર્શના દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જે અંગે હવે દર્શના દેશમુખે વળતો જવાબ આપ્યો છે. પહેલા મનસુખ વસાવાએ શું કહ્યું એ સાંભળો. મનસુખ વસાવાના આરોપો બાદ હવે દર્શના દેશમુખે પલટવાર કર્યો છે. દર્શના દેશમુખે કહ્યું કે જો મનસુખ વસાવા ભ્રષ્ટાચારની વાત સાબિત નહિ કરે તો હું તેમની વિરૂદ્ધ માનહાનિનો દાવો કરીશ. તેમણે કહ્યું કે મનસુખ વસાવા મને ધારાભ્ય તરીકે સ્વીકારતા જ નથી. નર્મદા ભાજપના બે કદાવર નેતાઓએ હવે ખુલ્લેઆમ એકબીજા સામે તલવાર તાણી છે. જેના કારણે ભાજપમાં ચાલતો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે.