અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ છે.આ હતભાગીઓમાં ધોળકાનું દંપતી પણ સામેલ હતું. વૈભવ પટેલ અને જીનલ પટેલ દોઢ વર્ષથી લંડન રહેતા હતા.પરંતુ જીનલ પટેલ ગર્ભવતિ હોવાથી તેમની સિમંત વિધિ કરવા અમદાવાદ આવ્યા હતા...સિમંત વિધિ પૂર્ણ કર્યા બાદ ગુરુવારના રોજ દંપતીને એરપોર્ટ પર મૂકવા પરિવાર ગયો હતો.પરંતુ પરિવારને કયાં ખબર હતી.આ તેમની આખરી મુલાકાત હશે.પોતાના વ્હાલસોયાને ગુમાવતા પરિવારના માથે આભ ફાટ્યું છે. અને તે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.